કલોલમાં આવેલ ઈશ્વરપુરા ફ્લેટમાં રહેતા દિનેશકુમાર હરગોવનભાઈ દરજી કલોલ તાલુકાનાં મોટી ભોયણ ગામે દરજીની દુકાન ચલાવે છે અને ગામમાં આવેલ તેમના ઘરમાં તેમના પિતાજી દરજી કામ કરે છે તેઓ સહ પરિવાર કલોલના ફ્લેટમાં રહે છે, જ્યારે દરજીકામ કરવા માટે તેમના પિતા મોટીભોયળમાં આવેલ તેમનું મકાન ખોલે છે. ત્યારે તેઓ બપોરના સુધારે મોટીભોયળ આવેલ તેમના મકાને ગયા હતા તે સમયે તેમના મકાનના તાળા તૂટેલા હોવાનું માલુમ પડયું હતું.
જેથી તેમના પિતાએ ફોન કરીને તેમને બોલાવતા તેઓ ગામમાં આવેલ તેમના ઘરે દોડી ગયા હતા અને જોયું તો તમામ સામાન વેરવિખેર પડેલો હતો અને તિજોરીનાં તાળા તૂટેલા હતા જેથી તેમણે તપાસ કરતા તિજોરીમાં મુકેલ ચાંદીના બે ચોરસા કિંમત રૂપિયા 59 હજાર તથા સોનાનું મંગળસૂત્ર અને સોનાનું લોકેટ તથા સોનાનો દોરો તથા રોકડા રૂપિયા 85 હજાર ચોરી થયા હોવાનું માલુમ પડયું હતું.
જોકે અજાણ્યા તસ્કરો કુલ રૂપિયા 4,31,000/-નાં મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા ચોરી અંગે તેઓએ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે તેમની ફરિયાદ લઈને તસ્કરોને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500