ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં સઈજ ગામના રહેતા અને બેંકમાં નોકરી કરતા પતિ-પત્નીના બંધ મકાનનાં તિજોરીમાંથી રૂપિયા 1,85,800/-ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી અજાણ્યા તસકરો ફરાર થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે ઝલકબેન સૌરભભાઈ ત્રિવેદી (રહે.મહુડીયાવાસ, સઈજ, કલોલ) નાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા મુજબ બનાવવાની વિગત એવી છે કે ઝલકબેન કલોલ ખાતે આધાર મોલમાં આવેલ hdfc બેંકમાં નોકરી કરે છે અને તેમના પતિ સૌરભભાઈ ત્રિવેદી ગાંધીનગર ખાતે આવેલી કોટક મહિન્દ્રા બેન્કમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. જયારે બંને પતિ પત્ની એકલા જ મકાનમાં રહે છે.
જેમાં ગત તારીખ તારીખ 28 સપ્ટેમ્બરના રોજ તેમના ઘરે કામ કરવા આવતી બાઈ નહીં આવતા દંપતી તેમના નાનીના ઘરે ગયા હતા. તેમજ ત્યાં જ રાત્રે રોકાઈ ગયા હતા. બીજા દિવસે સવારે કામ કરતી બાઈનો ફોન આવ્યો હતો કે હું તમારા ઘરે કામ કરવા આવી છું પણ ઘરનો દરવાજો ખુલ્લો છે. તાળું તૂટેલું પડેલું છે અને ઘરમાં સામાન વેર વિખેર પડ્યો છે. તેવી જાણ કરતા સૌરભભાઈ તાકીદે ઘરે પહોંચ્યા હતા અને તપાસ કરતા તિજોરી તૂટેલી હતી અને અંદર મુકેલા સોના ચાંદીના દાગીના તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા સૌરભભાઈ અને તેમની પત્ની ઝલકબેને વધુ તપાસ કરતા તિજોરીના લોકરમાંથી રૂપિયા 1.77 લાખના સોના ચાંદીના દાગીના અને રૂપિયા 7,800/-નાં ચાંદીના દાગીના તેમજ એક સોનાટા કંપનીની કાંડા ઘડિયાળ રૂપિયા 1,000/-ની કિંમતની મળી તસ્કરો કુલ રૂપિયા 1,85,800/-ની ચોરી કરી ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500