ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડની સ્કાય ફોરેસ્ટ વસાહતમાં કાપડના વેપારીના ઘરમાંથી કામ કરવા માટે આવેલી બે બહેનોએ જ હાથ સાફ કર્યો હોવાનું બહાર આવ્યું હતું, જોકે તિજોરી માંથી પોણા આઠ લાખ રૂપિયાનાં સોના-દાગીનાં ચોરીને ફરાર થઇ ગઇ હતી. અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં રેવડીબજાર ખાતે કાપડનો વેપાર કરતા સુનિલ શ્યામલાલ ગેહાનીના મકાનમાં બે કામવાળી બહેનો દ્વારા ચોરી કરવામાં આવી હતી.
તેમજ તેમની પત્ની કાવ્યાબેને ફરિયાદ નોંધાવી હતી કે, તેમના ઘરે રોજીંદુ કામ કરતા બહેન ત્રણ દિવસની રજા ઉપર જતા પાડોશમાં રહેતા વિનીતાબેને કોઇ કામવાળા બહેન હોય તો કહેવા જણાવ્યું હતું હતું જેથી તેમણે વર્ષા અને લતા નામની બે બહેનોને ગત મંગળવારે ઘરે મોકલી હતી. પરંતુ ઘરનું કામ પુર્ણ થઇ ગયું હોવાથી બીજા દિવસે એટલે કે, બુધવારે તેમને આવવા કહ્યું હતું જેથી બંને બહેનો ઘરમાં બપોરે આવી પહોંચી હતી.
તે દરમિયાન લતા ગર્ભવતી હોવાથી કાવ્યાબેન સાથે વાતો કરી રહી હતી અને વર્ષા તેમના બેડરૂમમાં સફાઇ કરી રહી હતી ત્યારબાદ તેમના સાસુ શાળાએથી તેમની દિકરીને લઇ આવતા કાવ્યાબેન તેણીને ફ્રેસ કરવા બાથરૂમમાં લઇ ગયા હતા. જોકે આ જ સમયે બંને બહેનો કામ પુર્ણ થયું હોવાનું કહીને નિકળી ગઇ હતી. જયારે શુક્રવારે ઘરમાં પ્રસંગ હોવાથી દાગીનાની જરૂર પડતા તિજોરી ખોલી હતી.
પરંતુ તેમાં રહેતા અલગ અલગ 7.75 લાખના દાગીના જણાયા ન હતા જેથી કામ ઉપર નહીં આવેલી અને મહેનતાણું પણ લેવા નહીં રોકાયેલી આ બે બહેનોએ ચોરી કરી હોવાનો અંદાજ આવ્યો હતો. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને બંનેની શોધખોળ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500