કલોલનાં બિલેશ્વરપૂરા પાસે રસ્તો ઓળંગી રહેલા ટ્રક ડ્રાઇવરને અહીંથી નીકળેલા રિક્ષા ચાલકે રિક્ષાની ધડાકા ભૈર ટક્કર મારી હતી અકસ્માતમાં ટ્રક ચાલકને માથાનાં ભાગે ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાંથી રજા લઈ લીધા બાદ તે ટ્રક લઈને નીકળી પડયો હતો, ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, કર્ણાટકમાં રહેતા બે મિત્રો ટ્રક લઈને ગુજરાતનાં સાણંદમાં પેપરનાં રોલ ખાલી કરવા આવ્યા હતા ત્યારબાદ તેઓ બિલેશ્વરપુરાથી પાવડર ભરવાનો હોય ટ્રક લઈને બિલેશ્વરપુરા આવ્યા હતા અને તેઓ પોતાનું જમવાનું ટ્રકમાં જ બનાવતા હોય તેનો સામાન લેવા તેવો બિલેશ્વરપુરા ગામે રોડ ઓળંગી રહ્યા હતા.
તે સમયે હાઈવે ઓળંગતી વખતે રિક્ષાના ચાલકે ટ્રક ચાલક ઓમનાથ કંટયા સ્વામી નાને ટક્કર મારતા તેને માથાનાં પાછળનાં ભાગે રિક્ષાની બોડી સાથે અથડાતાં ગંભીર રીતે વાગતા ઇજાઓ પહોંચતા 108 મારફતે કલોલ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર બાદ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને ટ્રક લઈને વતન તરફ જઈ રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રનાં નંદુર જિલ્લા પાસે માથામાં દુખાવો ઉપડયો હતો અને ઉલટી થયા બાદ આ ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું જેથી તેના મિત્ર અને ટ્રક ચાલક મંજુનાથ સજ્જન દ્વારા અકસ્માત કરી ફરાર થઈ ગયેલા રિક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application