ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુરની શિવરામ પાર્ક વસાહતમાં પરિવાર મકાન બંધ કરીને વતનમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા માટે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનમાંથી રૂપિયા 1.95 લાખની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પેથાપુર ખાતે આવેલી શિવરામ પાર્ક વસાહતમાં રહેતા અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડમાં કામ કરતા ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ મહિડા ગત તા.10 ઓગસ્ટના રોજ તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે વતન ખેડામાં રક્ષાબંધન પર્વ ઉજવવા માટે ગયા હતા.
તે દરમિયાન સવારના સમયે તેમના પાડોશમાં રહેતા વ્યક્તિએ મકાન ખુલ્લું હોવાની જાણ તેમને ફોન ઉપર કરી હતી. જેના પગલે ધર્મેન્દ્રસિંહ તુરત જ પેથાપુર ખાતેના મકાન ઉપર પહોંચ્યા હતા અને તપાસ કરતાં મકાનની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 1.95 લાખ રૂપિયા ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application