Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : પાર્ક કરેલ કારનો કાચ તોડી તસ્કરોઓએ રૂપિયા 1 લાખની ચોરી કરી ફરાર

  • November 27, 2022 

ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં ગુડા આવાસ યોજના પાસે પાર્ક થયેલી કારનો કાચ તોડીને તસ્કરોઓ તેમાંથી રૂપિયા 1 લાખની રોકડ ચોરીને પલાયન થઇ ગયા હતા વેપારી પહોચ્યા ત્યારે ચોરીનો અંદાજ આવ્યો હતો જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, શહેર નજીક આવેલા કુડાસણના વેપારી ગુડા આવાસ યોજના પાસે તેમની કાર પાર્ક કરીને કામ અર્થે ગયા હતા અને તેમનું કામ પુર્ણ કરીને પરત ફર્યા ત્યારે કારના પાછળના દરવાજાનો કાચ તૂટેલી હાલતમાં જણાયો હતો.




જોકે તપાસ કરતા કારમાં રહેલા રૂપિયા 1 લાખ ચોરાયા હતા આસપાસનાં વિસ્તારમાં તપાસ કરવા છતા તસ્કરોઓનો કોઇ પત્તો લાગ્યો ન હતો જેથી આસપાસનાં CCTV ફુટેજને આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, પાર્ટી પ્લોટ બહાર પણ પાર્ક થયેલી કારમાંથી કિંમતી માલ સામાનની ચોરી થવાની શક્યતા વધી શકે છે તેથી પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવાની જરૂરીયાત લાગી રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application