Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકે બાઇકને પાછળથી ટક્કર મારતાં બાઈક પાછળ બેસેલ ઈસમનું મોત

  • July 22, 2022 

દહેગામ નરોડા હાઇવે પર આવેલા રાયપુર પાસે બાઇક લઇને જઇ રહેલા કાકો ભત્રીજો ઘર તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ટ્રક ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતા કાકાનું સ્થળ પર જ મોત થઇ ગયુ હતુ. જ્યારે ભત્રીજાને ઇજાઓ થતાં સારવાર અર્થે લઇ જવામા આવ્યો હતો. બનાવ અંગે ડભોડા પોલીસ મથકમા નોંધાવતા ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,  દશરથજી ઉદાજી ઠાકોર (રહે.નિકોલ ગામ) નાએ ફરિયાદ નોંધાવી હતી કે, દહેગામનાં જલુન્દ્રા ગામમા તેમની ખેતી લાયક જમીન આવેલી છે. જેને લઇને કાકા અને ભત્રીજો પોતાની જમીન ઉપર ગયા હતા. જ્યાંથી બાઇક નંબર GJ/01/ML/8173 લઇને બપોરનાં સમયે નિકોલ ઘર તરફ દહેગામથી નરોડા હાઇવે ઉપર જઇ રહ્યા હતા.




તે દરમિયાન રાયપુર ગામ પાસે પહોંચતા જ પાછળથી આવેલી ટ્રક નંબર GJ/01/CU/5403નાં ચાલકે પુરઝડપે હંકારી બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમા બાઇક પાછળ બેઠેલા કાકા જેનાજી ઠાકોર ટક્કર વાગતા રોડ ઉપર પટકાતા ટ્રકનુ ટાયર તેમના ઉપરથી નીકળી ગયુ હતુ. જેમાં કાકાનું સ્થળ ઉપર જ મોત થઇ ગયુ હતુ. બનાવ અંગે ડભોડા પોલીસને કરાતા ટ્રક ચાલક સામે ગુનો નોંધવામા આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application