Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક માંથી લાખો રૂપિયાનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

  • August 31, 2023 

ગાંધીનગરનાં કલોલ શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ એક જગ્યાએ પોલીસે દરોડો પાડયો હતો અને અહીંથી વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લીધી હતી પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ૨૦૦૪ બોટલ અને બિયરના ૧૪૦ ટીન મળી આવતા જપ્ત કર્યા હતા પોલીસે કુલ રૂપિયા ૧૩,૬૬,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકના ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલ શહેર પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કલોલના કલ્યાણપુરા વિસ્તારમાં એક ટ્રક ઉભી છે.



તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તે બાતમીના આધારે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે ટ્રકમાં પ્લાસ્ટિકના સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો જણાઈ આવ્યો હતો. પોલીસે આ ટ્રકને પોલીસ મથકમાં લાવી દારૂનો જથ્થો નીચે ઉતારી ગણતરી કરતા વિદેશી દારૂની ૨૦૦૪ બોટલ અને બિયરના ૧૪૪૦ ટીન કિંમત રૂપિયા ૭,૬૫,૭૫૪/-નાં મળી આવ્યા હતા જે જપ્ત કરવામાં આવ્યા હતા આમ, પોલીસે ૯૭,૫૦૦/-નો સ્ક્રેપ પણ જપ્ત કર્યો હતો અને ટ્રક જપ્ત કરી કુલ રૂપિયા ૧૩,૬૬,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ટ્રકના ચાલક સંજયકુમાર શર્મા (રહે.સુથારવાસ, કલ્યાણપુરા)ની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application