Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાર્ક કરેલ કન્ટેઈનરમાંથી રૂપિયા 16.33 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાતો

  • November 25, 2022 

ગાંધીનગરનાં કલોલ છત્રાલ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે પાર્કમાં પડેલી એક બંધ બોડીની આઇસર કન્ટેઈનરમાં પોલીસ તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસે દારૂ જેની કિંમત રૂપિયા 16,33,200/- અને ટ્રક જેની કિંમત રૂપિયા 10,70,000 મળીને કુલ રૂપિયા 26,40,200/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વધુમાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા દારૂનો જથ્થો હરિયાણા ગુડગાવ ખાતેથી ભરી જણાવેલી જગ્યા ઉપર પહોંચાડી દેવાનો હતો. જયારે વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે પકડાયેલા ચાલકનું નામ સુનિલ રાજેન્દ્રસિંહ (રહે.ગામ ધીનોદ, રાધાસ્વામી આશ્રમની બાજુમાં, હરિયાણા)નાં વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસ ખાતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application