ગાંધીનગર શહેર નજીક આવેલા ચિલોડા નરોડા હાઇવે ઉપર છેલ્લા થોડા દિવસોથી લૂંટારૂ ટોળકીએ તરખાટ મચાવ્યો છે અને એક પછી એક વાહન ચાલકોને લૂંટી લેવાની ઘટના બની છે. ત્યારે પ્રાંતિયા પાસે બંધ પડેલા ટેમ્પો ચાલકને મારમારી બાઈક અને મોપેડ ઉપર આવેલા 6 લૂંટારૂ રોકડ અને મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બનવા અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ઈડર પાંજરાપોળ પાસે રહેતા અને ટેમ્પોમાં શાકભાજી લાવવા લઈ જવાનું કામ કરતા રાજુભાઈ અમરતભાઈ રાવળ તેમનો ટેમ્પો લઈને વડોદરા ગયા હતા અને જ્યાંથી પરત ઇડર જઈ રહ્યા હતા.
તે સમયે ચિલોડા નરોડા હાઇવે ઉપર પ્રાંતિયા પાસે તેમનો ટેમ્પો બંધ પડી ગયો હતો જેથી તેના ફ્યુઝ નાના ચિલોડા ખાતેથી લઈ આવી ટેમ્પો રીપેર કરી રહ્યા હતા તે સમયે બાઇક અને મોપડ ઉપર 6 જેટલા શખ્સો ત્યાં આવ્યા હતા. જેમણે રાજુભાઈ પાસે વાતચીત શરૂ કરી હતી અને ત્યારબાદ તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. તેમની પાસે રહેલા રોકડ અને મોબાઈલ મળી 18 હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા. જોકે રાજુભાઈએ બૂમાબૂમ કરી હોવા છતાં આ લૂંટારૂ હાથમાં આવ્યા ન હતા. બનાવ અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા લૂંટારાઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application