ગાંધીનગર શહેર નજીક ભાટ ટોલ ટેક્સ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન કરવા આવેલા ઘાટલોડિયાના યુવકના મોપેડની ડીકી તોડીને ત્રણ મોબાઇલ અને રોકડ રકમની ચોરીની ફરિયાદ દાખલ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નજીક આવેલા ભાટ ટોલટેક્સ પાસે સાબરમતી નદીમાં આસપાસના વિસ્તારમાંથી લોકો ગણેશ વિસર્જન માટે આવતા હોય છે જેમાં ઘાટલોડિયાની સરસ્વાતી નગર વસાહતમાં રહેતો વિકાસ સંતોષભાઇ ગુપ્તા તેના મિત્રો સાથે ગણેશ વિસર્જન કરવા આવ્યો હતો.
તે સમયે તેણે તેના માસા વિશાલભાઇના મોપેડની ડેકીમાં તેના અને તેના મિત્રોના મોબાઇલ અને ૨૦ હજાર રોકડા મુક્યા હતા. નદીમાં વિસર્જન કરીને તેઓ પરત ફર્યા ત્યારે મોપેડની ડીકી તૂટેલી હોવાનું જણાયું હતું અને તેમાં રહેલા મોબાઇલ અને રોકડ રકમ જણાયા ન હતા જેથી યુવકે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે અજાણ્યા સામે ગુનો દાખલ કરીને પકડવા માટે દોડધમા શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application