Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : કારનો કાચ તોડી રૂપિયા 12 લાખ રોકડ લઈ તસ્કરો ફરાર : પોલીસે CCTV ફૂટેજનાં આધારે તપાસ હાથ ધરી

  • March 14, 2023 

ગાંધીનગર શહેરનાં ઇન્ફોસિટી પાસે કારનો કાચ તોડી રૂપિયા 12 લાખ રોકડા ઉઠાવી જવાની ઘટના સામે આવી છે. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, સેક્ટર-2માં રહેતા અને મૂળ તલોદનાં સલાટપુર ગામનાં રહેવાસી સંજયભાઈ રબારી આંગડિયા પેઢીમાંથી રૂપિયા 12 લાખ ઉપાડીને નિત્યક્રમ મુજબ ઇન્ફોસિટી ખાતે આવેલી ચાની લારી ઉપર મિત્રો સાથે બેસવા માટે ગયા હતા. તે દરમિયાન બાઈક ઉપર આવેલા તસ્કરો કારનો કાચ તોડી 12  લાખ રૂપિયા ભરેલો થેલો ચોરી ફરાર થઈ ગયા હતા.





જોકે સંજયભાઈને આ ઘટના અંગે જાણ થતા આસપાસનાં વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ ચોરી કરનાર તસ્કરોનો કોઈ જ  પતો લાગ્યો ન હતો. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તેમની રજૂઆતને પગલે તસ્કરોને શોધવા માટે કવાયત શરૂ કરી હતી તેમજ આસપાસનાં વિસ્તારના CCTV ફૂટેજની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application