ગાંધીનગરનાં કલોલનાં સોમનાથ નગર વિભાગ-2માં આવેલ મસ્જિદની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ જુગારીઓને કલોલ શહેર પોલીસે દરોડો પાડીને રંગેહાથ ઝડપી પાડી કુલ રૂપિયા 21,430/-નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી મુજબ, કલોલ શહેર પોલીસની ટીમ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, સોમનાથનગર વિભાગ-2માં આવેલ મસ્જીદની પાછળનાં ભાગે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટનાં અજવાળા નીચે જુગારીઓ જુગાર રમી રહ્યા છે. જેનાં પગલે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા છ જુગારીઓ કુંડાળું વળીને જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
જોકે ઝડપાયેલાનું નામ પૂછતા તેમણે પોતાના નામ, પરવેજ અકરમભાઇ શેખ (૨હે.ઘાંચીવાડ મસ્જીદ પાસે, ગાંધર્વ વાસ, કલોલ), સમિર ફકરુદ્દીનભાઇ (રહે.જુમ્મા મસ્જીદ પાછળ, પાણીની ટાંકીની નજીક, કલોલ), અલફાજ એયુબભાઇ મલેક (રહે.જુમ્મા મસ્જીદ પાસે, મોતીવાસ મટવાકુવા, કલોલ), સમિર અકબરભાઇ શેખ (રહે.અહેકદી પાર્ક સોસાયટી, રૂબીનાબાનુ મહોમદ સલીમ મલેકના મકાનમાં, કલોલ), સરફરાજ હાજીદાદાભાઇ મલેક (રહે.ઘાચીવાડ મસ્જીદ પાસે , ગાંધર્વ વાસ, કલોલ), મહોમદગોસ અબ્દુલ પઠાણ (રહે.મ.નં- એ2/101 સાહીલ રેસીડન્સી, અમજાહસને મોલાવીકન્તુના મકાનમાં, પાનસર રોડ, કલોલ), ઇમરાન ચાંદભાઈ નાગોરી (રહે.મદીના પાર્ક સોસાયટી મ.નં- સી/13, પાનસર ચોકડી પાસે, કલોલ) અને લતીભાઇ યુસુફભાઇ બેલીમ (રહે.સોમનાથ નગર સોસાયટી, વિભાગ-2,મકાન નં-18, કલોલ) હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે દરોડાની આગળની કાર્યવાહી હાથ ધરતા એક કાગળના જુના પેપર ઉપર વેર વિખેર પડેલ ચલણી નોટો એકત્ર કરી ગણી જોતા રૂપિયા 2,070, ગંજીપાના નંગ-52 અને તેમજ જુગારીઓની અંગઝડતીમાંથી તથા દાવ ઉપરથી મળી આવેલ જુદા જુદા દરની ચલણી નોટો મળીને કુલ રૂપિયા 21,340/-નો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500