Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : કાર ચાલકે રિક્ષાને પાછળથી ટક્કર મારતા ગંભીર અકસ્માત, રિક્ષામાં સવાર મુસાફરનું મોત

  • July 29, 2022 

ગાંધીનગરનાં ભાટ પાસે અપોલો સર્કલ નજીક રિક્ષાને પાછળથી કારે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર મુસાફરનું મોત નીપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અમદાવાદ સરદારનગરમાં રહેતા અને તેમના સગાની રિક્ષા ભાડે ચલાવતા સોનુભાઇ રાજેશભાઇ ગુરુબાનીએ આ અંગે ફિરયાદ આપી હતી કે, ગતરોજ રાત્રે બાર વાગ્યાના અરસામાં રિક્ષા લઇને એરપોર્ટ પાસે ઉભા હતા.




તે સમયે બિહારના રહેવાસી અરૃણકુમાર ચંન્દ્રેશ્વર તિવારી તેમની પાસે ગયા હતા અને ગાંધીનગર જવાનું કહ્યું હતું જેથી તેમણે રિક્ષામાં બેસી જવાનું કહ્યું હતું. રિક્ષા ગાંધીનગરનાં ભાટ નજીક એપોલો સર્કલ પાસે પહોંચી હતી તે દરમિયાન જ પાછળથી પુરઝડપે આવી રહેલી કારે રિક્ષાને ટક્કર મારી હતી. જોકે આ અકસ્માતમાં રિક્ષા રોડની સાઇડમાં ઉતરી ગઇ હતી.




જ્યારે પુરઝડપે ચાલી રહેલી કાર ડિવાઇડર ઉપર ચઢી ગઇ હતી. રિક્ષા અને કારના આ ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર અરૃણભાઇનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષા ચાલક સોનુભાઇને શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે રિક્ષા ચાલકે અડાલજ પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application