ગાંધીનગર શહેરનાં સેક્ટર-5માં રહેતા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરનાં પુત્રએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સેક્ટર-7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આપઘાતનું કારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર શહેરમાં સેક્ટર-5સીમાં પ્લોટ નં.913-1માં રહેતા અને મુળ માણસા તાલુકાના રંગપુર ગામના વતની એવા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજસિંહ લક્ષ્મણસિંહ ચાવડાના 32 વર્ષિય પુત્ર મહિપતસિંહ રાત્રીનાં સમયે ઘરે એકલા હતા તેમની પત્ની અને દિકરી લગ્ન પ્રસંગે ગયા હોવાથી મહિપતસિંહ ઉપરના માળે તેમના રૂમમાં સુઇ ગયા હતા.
જ્યારે તેમના પિતા વનરાજસિંહ નીચેનાં રૂમમાં સુઇ ગયા હતા. જોકે સવારનાં સમયે મહિપતસિંહ રૂમમાંથી નીચે નહીં ઉતરતા પિતા વનરાજસિંહ ઉપર ગયા હતા અને દરવાજો ખખડાવ્યો હતો પરંતુ સામેથી કોઇ પ્રતિઉત્તર મળ્યો ન હતો જેના કારણે તેઓ ચિંતામાં મુકાઇ ગયા હતા અને દરવાજો તોડીને જોતા મહિપતસિંહ પંખા સાથે લટકતી હાલતમાં જોવા મળતા નવરાજસિંહ ફસડાઇ પડયા હતા. આ ઘટના અંગે જાણ થતા આડોશી-પાડોશી પણ દોડી આવ્યા હતા અને સેક્ટર-7 પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application