Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે બે સ્થળોએથી શ્રાવણિયો જુગાર રમતા 18 જુગારીઓને ઝડપી પાડ્યા

  • August 19, 2022 

ગાંધીનગર જિલ્લામાં શ્રાવણિયો જુગાર પુરબહારમાં ખીલી ઉઠયો છે, ત્યારે ડભોડા પોલીસે ગલુદણ ગામમાં દરોડો પાડીને 4 જુગારીઓને ઝડપી પાડયા હતા. જ્યારે પેથાપુર પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને 14 જુગારીઓને પકડીને કુલ 42 હજાર ઉપરાંતને મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ગલુદણ ગામનાં રોહિતવાસમાં દરોડો પાડીને જુગાર રમતા ગલુદણનાં કનુભાઇ સનાભાઇ પરમાર, પ્રતાપજી ભલાજી ઠાકોર, સેકટર-13 પારિજાત એપાર્ટમેન્ટનાં અજયકુમાર બાબુલાલ સોલંકી અને સેક્ટર-12 પ્લોટ નં.455-B1માં રહેતા વિક્રમસિંહ અમરસિંહ ગોહિલને 1680/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી.




જયારે પેથાપુર પોલીસે ઓડવાસમાં દરોડો પાડીને જુગાર રમતા પેથાપુરનાં અરવિંદ છોટાભાઇ ઓડ, જીતેન્દ્ર મથુરભાઇ બેલદાર, વિપુલ શામળભાઇ ઓડ, જીજ્ઞોન ગોવિંદભાઇ ઓડ, સુરેશ નાનુભાઇ ઓડ, બ્રિજેશ ભરતભાઇ ઓડ, અનિલ રમેશભાઇ ઓડ, અજીત લાલજીભાઇ ઓડ, નયન ચંદુભાઇ ઓડ અને ગજુ કરશનભાઇ દંતાણીને 10 હજારનાં મુદ્દામાલ સાથે પકડયા હતા.




આમ પેથાપુરનાં આંકોલ વિસ્તારમાં દરોડો પાડીને આંકોલમાં રહેતા અરવિંદજી રમેશજી ઠાકોર, રાહુલસિંહ ગણાજી ડાભી, મોદી સમાજની વાડી પાસે રહેતા અજયસિંહ ભિખુસિંહ ડાભી અને પાર્થ સોસાયટીમાં રહેતા ખોડાભાઇ વેણીદાસ પટેલને 30 હજારની રોકડ સાથે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application