Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : મંદિરમાંથી ચાંદીના છતર અને પારણાની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • November 15, 2022 

ગાંધીનગર શહેર નજીક આવેલા વલાદ ગામમાં ચામુંડા માતાનાં મંદિરે કોઇ તસ્કર માતાજીનું ચાંદીનું છતર અને પારણું મળીને રૂપિયા 28 હજારની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરીને તસ્કરને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, વલાદ ગામમાં રહેતા અને પશુ પાલકનો વ્યવસાય કરતા વિક્રમભાઇ નાગજીભાઇ રબારી ઘર પાસે જ આવેલા ચામુંડા માતાના મંદિરમાં સેવા-પૂજા કરે છે.

જોકે ગતરોજ સવારના સમયે નિત્યક્રમ મુજબ મંદિરમાં સાફ સફાઇ કરીને સેવાપુજા કરીને ઘરે ગયા હતા. તે દરમિયાન મંદિર ખુલ્લું હતું અને બે કાલકનાં સમયગાળા દરમ્યાન કોઇ તસ્કર મંદિરમાંથી ચાંદીના છતર અને પારણું મળી રૂપિયા 28 હજારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જોકે વિક્રમભાઇ મંદિરે પહોંચ્યા ત્યારે ચોરીનો અંદાજ આવ્યો હતો જેથી આ મામલે ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application