Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : મકાનમાંથી રૂપિયા 6.35 લાખનાં સોના-ચાંદીનાં દાગીનાની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • June 07, 2023 

ગાંધીનગર શહેર નજીક આવેલા શાહપુર ગામના પ્રજાપતિ વાસમાં મકાનમાં રહેલી તિજોરીને ચાવીથી ખોલી તેમાંથી સાસુ વહુના રૂપિયા 6.35 લાખની કિંમતનાં સોના-ચાંદીના દાગીનાની ચોરી થવા પામી છે. બનાવ અંગે મામલે ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, શાહપુર ગામમાં પણ મકાનમાંથી રૂપિયા ૬.૩૫ લાખની ચોરી થવા પામી છે. ગાંધીનગરના શાહપુર પ્રજાપતિ વાસમાં રહેતા મીનાબેન ગોરધનભાઇ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી કે, સવારનાં અરસામાં ઘઉંનો લોટ દળાવવાનો હોવાથી ડબ્બો લઈ ઘઉં ભરવા જઈ રહ્યા હતા.




તે વખતે ઘરમાં છેલ્લા રૂમમાં મુકેલ લોખંડની એક તિજોરીમાં તેમનો સામાન તથા દર દાગીના મૂકેલા હતા તથા બાજુની તિજોરીમાં પુત્રવધૂનાં દાગીના રાખેલા હતા. જે તિજોરીઓની ચાવીઓ પૈકી મીનાબેનની તિજોરીની ચાવી લાકડા વાળા કબાટમાં રાખી હતી. જ્યારે પુત્રવધૂની તિજોરીની ચાવી બીજા રૂમમાં ભરાવેલ હતી. આ બંને તીજોરી આગળ લગાવેલ પડદો ખુલી હાલતમાં જોઈને મીનાબેનને તિજોરીઓ ચેક કરતા બંને તિજોરીનાં લોક ખુલ્લા હતા. બાદમાં બાજુમાં આવેલ રૃમનો પાછળનો દરવાજો ખુલ્લો જોઈને તેમને ફાડ પડી હતી અને તિજોરી ચેક કરતાં બંને તિજોરીમાંથી કુલ રૂપિયા ૬.૩૫ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરાઈ ગયાનું માલુમ પડયું હતું. બનાવ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application