Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ફિલ્મીઢબે પોલીસે પીછો કરી બે કારમાંથી રૂપિયા 13.93 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા

  • October 13, 2022 

ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર મહુન્દ્રા પાસે ફિલ્મીઢબે પીછો કરીને બે કાર ઝડપી લીધી હતી અને વિદેશી દારૂ અને બિયરની 2,652 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 13.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચિલોડા પોલીસ મથકના ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી કે, બે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લઇ જવામાં આવી રહ્યો છે.




જે બાતમીને પગલે પોલીસ ટીમે મહુન્દ્રા પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઉભી રહેવા માટે ઇશારો કરતા એક કાર ઉભી રહી હતી. જ્યારે અન્ય કારના ચાલકે હંકારી લેતા તેનો પીછો કરીને ઝડપી લેવામાં આવી હતી. આ બંને કારમાં તપાસ કરતા વિદેશી દારૂની 2,172 બોટલ અને બિયરનાં 480 ટીન મળી આવ્યા હતા.




જ્યારે કારનાં ચાલક ખેરવાડાનાં જગદીશ ઉર્ફે જગદીશચંદ્ર દેવીલાલ પટેલ તેમજ બાડમેર રાજસ્થાનનાં ગાડુરામ ભગીરથરામ બિસ્નોઇને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની પુછપરછમાં આ દારૂ શૈલેષ જૈન તથા પ્રિતેશ શેઠનાં કહેવાથી ડુંગરપુર ખાતેથી પ્રકાશ ડાંગીએ ભરી આપ્યો હતો અને અમદાવાદ પહોંચાડવાનો હતો. બનાવ અંગે પોલીસે 13.93 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application