ગાંધીનગર જિલ્લાનાં લેકાવાડા અને કસ્તુરીનગરમાં પોલીસે બાતમીનાં આધારે દરોડો પાડીને 10 જેટલા જુગારીઓને પકડી પાડયા છે જેમની પાસેથી 43 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. જોકે છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારનું પ્રમાણ વધ્યું છે પોલીસ ઠેકઠેકાણે દરોડા પાડીને જુગારધામ ઝડપી રહી છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, શેરથાના કસ્તુરીનગરપરામાં કેટલાક શખ્સો ભેગા મળીને તિન પત્તીનો જુગાર રમી રહ્યા છે જે બાતમીનાં પગલે દરોડો પાડીને કસ્તુરીનગરમાં રહેતા અમરતજી બાબુજી ઠાકોર, કરણ ગણપતજી ઠાકોર, સુનિલ અમરતજી ઠાકોર, સુરેશ સનાજી ઠાકોર અને સુરાજી સકરાજી ઠાકોરને 13,840/-ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
જયારે બીજીબાજુ ચિલોડા પોલીસે લેકાવાડા ગામે સાબરતમી નદીના પટમાં જુગાર રમતા લેકાવાડા ગામના રણજીતજી મંગાજી ઠાકોર, આકાશસિંહ કરણસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ મનહરસિંહ વાઘેલા, અજીતસિંહ હેમતુજી વાઘેલા અને જસવંતસિંહ જુજારસિંહ વાઘેલાને ઝડપી લીધા હતા જેમની પાસેથા મોબાઇલ અને રોકડ મળીને 29,700/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500