Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિદેશી દારૂનાં જથ્થા સાથે બુટલેગર ઝડપાતા પોલીસ કાર્યવાહી કરાઈ

  • September 13, 2022 

ગાંધીનગરનાં કલોલ ટાવર ચોક પાસે ઘાંચીવાડ મસ્જિદની બાજુમાં આવેલી પથ્થરની ચાલીમાં રહેતા મહેમુદ ગુલામઅરસુલ ઘાંચીને કલોલ પોલીસે 136 નંગ વિદેશી બોટલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કલોલનાં કુખ્યાત બુટલેગર રાજુ પેન્ટર તેમજ મઝર મલેક ઉપર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ કલોલ શહેર પોલીસે ઉપરા ઉપરી વિદેશી દારૂના ગુના દાખલ કર્યા હતા.




જેમાં રાજુ પેન્ટર તેમજ મઝર મલેક હાલ પણ આઝાદ ફરી રહ્યા છે. પોલીસનો હાથ હજુ સુધી એમના કોલર સુધી પહોંચ્યો નથી. તાજેતરમાં જ કલોલમાં આટલા વિદેશી દારૂના ગુનાઓ દાખલ થયા છે તો પણ કલોલ બુટલેગરો બેફામ બન્યા છે. ત્યાંજ કલોલ શહેર પોલીસે ખાનગી રાહે બાતમીના આધારે કાચી વાર મસ્જિદ પાસે આવેલી પથ્થરની ચાલીમાં રહેતા બુટલેગર મહેબુબ ઘાંચીની ઘરે દરોડો પાડ્યો હતો.




જેમાં બુટલેગર મહેબૂબના ઘરેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની 136 બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂપિયા 36,695/- હતી. આમ પોલીસે વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે બુટલેગર મહેબૂબને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application