Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક મહિલાનું મોત, બે ઈજાગ્રસ્ત

  • November 23, 2022 

ગાંધીનગર શહેર નજીક પેથાપુર મહૂડી હાઇવે ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે પીંડારડામાં રહેતો પરિવાર બાઇક ઉપર મંદિરે દર્શન કરવા જઇ રહ્યો હતો. તે દરમિયાન મહૂડી તરફથી પુરઝડપે આવતી કારે બાઇકને અડફેટે લીધું હતું અને તેમાં સવાર પતિ-પત્ની અને પિતરાઇ ભાઇ ઇજાગ્રસ્ત થયા હતા જે પૈકી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, પીંડારડા ગામે રહેતા અને ઘર નંબર-2 પેટ્રોલપંપમાં નોકરી કરતા સુરેશભાઇ માનસિંગભાઇ ઠાકોર તેમની પત્ની ચંદ્રિકાબેન અને પિતરાઇ ભાઇ અજય ઠાકોર બાઇક ઉપર પીંડારડાથી બાલવા મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા નિકળ્યા હતા.




તે સમયે પીંડારડાથી તેઓ મહૂડી તરફ વળી રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે આવી રહેલી કારે તેમના બાઇકને અડફેટે લીધુ હતું અને ત્રણેય ફંગોળાયા હતા. આ તમામને ઇજાઓ પહોંચી હતી અકસ્માતને પગલે આસપાસનાં લોકો પણ દોડી આવ્યા હતા અને 108ની મદદથી તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ચંદ્રિકાબેનને વધુ ઇજાઓ પહોંચતા અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે પેથાપુર પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News