ગાંધીનગરનાં શેરથા ટોલટેક્ષ પાસે કારમાંથી 900 લીટર દેશી દારૂ ઝડપાયો હતો. જયારે એલ.સી.બી.2નાં માર્ગદર્શનમાં ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે દેશી દારૂની હેરાફેરી અંગે બાતમી મળી હતી. જે બાતમીનાં આધારે પોલીસે શનિવારનાં રોજ રાત્રીનાં સમયે સાડા અગિયાર વાગ્યે શરેથા ટોલટેક્સ પાસેથી એક કાર નંબર GJ/01/PK/5636ને ઝડપી પાડી હતી અને ત્યારબાદ કારમાં તપાસ કરતાં અંદરથી દેશી દારૂ ભરેલા 25 જેટલા કટ્ટા મળી આવ્યા હતા.
આમ, પોલીસે 25 ટકામાં ભરેલો 18 હજારની કિંતમનો 900 લીટર દેશી દારૂ, 1 નંગ મોબાઈલ અને કાર જેની કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ રૂપિયા 3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે પોલીસે કાર ચાલકનું નામ પૂછતાં તેણે પોતાનું નામ, ગોવિંદભાઈ વિરાભાઈ પટણી (રહે.સાબરમતી) હોવાનું સામે આવ્યું હતું. જયારે પોલીસે દારૂનો જથ્થા અંગે પૂછતાં આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે અંગે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી બનાવ અંગે પોલીસે દારૂ અને કાર કબ્જે લઈને આરોપી સામે પ્રોહી એક્ટ મુજબ અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application