ગાંધીનગર શહેરનાં ગ-4 અંડરપાસમાં ઉભેલી કાર પાછળ મોપેડ ઘુસી ગયું હતું અને ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, શહેરનાં ગ-4 અંડરપાસમાં સેક્ટર -6 Dનાં રહિશનું મોત થયું હતું આ ઘટના અંગે ઉનાવા ખાતે રહેતા જયેન્દ્રભાઇ વિનભાઇ પટેલે ફરિયાદ આપી હતી કે, તે લાઇટ ડેકોરેશનનું કામ કરે છે જેથી પ્રજાસત્તાક પર્વને લઇને ગ-4 અંડરપાસમાં લાઇટીંગ કરવામાં આવી હતી જેને ગતરોજ રાત્રે છોડવામાં આવી રહી હતી.
જેથી તે તેમની કાર લઇને અંડરપાસમાં ગયા હતા જ્યાં કારને ઉભી રાખી લાઇટની દેખરેખ રાખનાર સિક્યોરીટી જવાન સાથે ચર્ચા કરતા હતા. તે સમયે ગ-5 તરફથી આવી રહેલા તેમની કારની પાછળની ભાગે અથડાઇ ગયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તપાસમાં આ ચાલક સેક્ટર-6 D પ્લોટ નં.1259–2માં રહેતા લક્ષ્મણસિંહ ધર્મપાલસિંહ રાવત હોવાનું બહાર આવ્યું હતું. ઘટના અંગે સેક્ટર-7 પોલીસે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application