ગાંધીનગરનાં દહેગામ તાલુકાનાં કડાદરા ગામ પાસે એકટીવા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા એકટીવા પર સવાર બે લોકો પૈકી ચાલકનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું, જયારે અન્ય એકને ગંભીર ઇજાઓ થતાં 108ની મદદથી સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. મળતી વિગત અનુસાર, દહેગામ તાલુકામાં આવેલા કડાદરા સરસોલી હાઈવે પર કડાદરા પુલ પર પસાર થઈ રહેલા સ્કુટર પર સવાર બે લોકોને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારની ટક્કરથી એકટીવા ફગોળાઈને કેનાલમાં પડયું હતું.
જ્યારે એકટીવા ઉપર સવાર બે લોકો રોડ ઉપર પટકાયા હતા જેમાં ચાલકનું ઘટના સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ કરતાં દહેગામના 108નાં સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જેમાં ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જોકે અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ઘટના સ્થળ ઉપર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application