Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને બાઈક વચ્ચેનાં અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે એકનું મોત

  • July 19, 2022 

કલોલનાં અંબિકા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય લોકો ઘાયલ થયા છે. હાઇવે પર વહેલી સવારે પુરપાટ વેગે જતી કારે બાઇકને ટક્કર મારી હતી જેને કારણે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકનું મૃત્યુ થયું હતું. જોકે અકસ્માત થતાં કાર પલટી ખાઈ ગઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અંબિકા હાઇવે પરથી પુરઝડપે પસાર થઇ રહેલ કાર ચાલકે કાબુ ગુમાવતા સવસ રોડ કુદાવી ગઈ હતી. જેથી કલોલમાં રહેતા અને સઈજ ખાતે તબેલો ધરાવતા ભીખાભાઇ હરગોવનભાઈ પટેલ અંબિકા હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમના બાઈકને બેકાબુ ગાડીએ અડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી.




જોકે કારની ટક્કર વાગતા બાઈક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જેથી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાયો હતો.બાઈકને ટક્કર માર્યા બાદ ગાડી પણ પલટી ખાઈ જતા તેમાં બેઠેલા લોકોને પણ ઇજા થઇ હતી. કાર ચાલકની પત્ની ઘાયલ થતા તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.




જયારે અંબિકા હાઇવે પર અકસ્માત સર્જનાર કાર ચાલક નારોલનો રહેવાસી હોવાની વિગતો સામે આવી છે. જયારે વહેલી સવારે અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. બીજી તરફ પોલીસે પણ અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પુત્રની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application