Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલ હાઇવે પર સામસામે બે બાઈક અથડાતા એકનું મોત નિપજ્યું

  • July 31, 2023 

ગાંધીનગરનાં કલોલ હાઇવે પર રાત્રીનાં સમયે સામસામે બે બાઈક અથડાયા હતા. જે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું, જ્યારે એક ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. સુત્રો પાસેથી મળી માહિતી અનુસાર, કલોલ સીંદબાદ બ્રિજ પાસે આવેલી સોસાયટીમાં રહેતા વિનોદભાઈ શાહ સ્વામિનારાયણ મંદિર સામેના સવસ રોડ પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતું બાઇક ધડાકાભેર ટકરાયું હતું. બંને બાઇક સામસામે ટકરાતા વિનોદભાઈ શાહનું ઘટના સ્થળે મોત થયું હતું.



જ્યારે અન્ય બાઇક ચાલક તેજસ નાયકને માથામાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતની ઘટનાને પગલે એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘાયલને સારવાર માટે કલોલની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર ઇજા થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે પોલીસે મૃતકનાં પત્નીની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application