Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં એકનું મોત, એક સારવાર હેઠળ

  • December 13, 2022 

દહેગામ મગોડી હાઇવે રોડ પર બેફામ ગતિએ ટ્રકની ઓવર ટેક કરવાની લ્હાયમાં કાર ચાલકે પોતાની કાર પરનો કાબુ ગુમાવી દઈ ડિવાઇડર કુદાવી સામેનાં રોડ પરથી પસાર થતી કાર અને ટ્રક સાથે અથડાવી દીધી હતી. જોકે આ અકસ્માતમાં પુરઝડપે કાર ચલાવતા સુઘડનાં યુવાનનું મોત થતાં ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અમદાવાદનાં સાબરમતી ખાતે રહેતો શિવમ અરવિંદભાઈ પટેલ તેના મિત્ર ધવલ અમૃતભાઈ પ્રજાપતિ (રહે.સુઘડ) દહેગામનાં ઉદણ ગામે ગતરોજ સવારે જમીન જોવા માટે એસ ક્રોસ કાર લઈને ગયા હતા. જ્યાં શિવમની જમીન જોઈને બપોરનાં સમયે પરત ઘરે જઈ રહ્યા હતા.



તે સમયે કાર ધવલ ચલાવતો હતો ત્યારે દહેગામથી ચિલોડા તરફ જતા રોડ ઉપર થઇ પસાર કરી આગળ જઈ રહ્યા હતા. તે દરમિયાન મગોડી ગામથી આગળ કેશવ હોટલ ધવલે આગળ જતી એક ટ્રકની ઓવરટેક કરવા જતા ગાડી ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેનાં કારણે કાર રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી અને પ્રથમ સામે આવતી એક ફોર વ્હીલ ગાડીને ડ્રાઇવર સાઇડે પાછળનાં દરવાજે ટક્કર મારી હતી. એજ સમયે તેની પાછળ આવતા ડમ્પરને સામેથી ધવલે કાર અથડાવી દીધી હતી.




જોકે આ અકસ્માત થતાં ધવલને શરીરે ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયો હતો અને શિવમને પગના ઘુંટણ ઉપર તથા કપાળમાં ઇજાઓ થઇ હતી. અકસ્માતનાં પગલે રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં 108ની મદદથી ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ધવલને મૃત જાહેર કર્યો હતો. જ્યારે શિવમને વધુ સારવાર અર્થે દાખલ કર્યો હતો. ઘટના અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News