ગાંધીનગરના કલોલ તાલુકાના દંતાલી ગામે આવેલી ગાર્ડન સિટી ફૈઝ-3ના ચેહર ફાર્મ હાઉસ ખાતે રેડ કરતા દારૂનો મોટો જથ્થો પોલીસને મળી આવ્યો છે. પોલીસે દરોડો પાડીને અહીંથી 6 હજારથી પણ વધારે વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂપિયા 8.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આ ફાર્મ હાઉસ ભાડે આપનાર તથા ભાડે લેનાર વૃધ્ધ બુટલેગર સામે ગુનો દાખલ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ગોડાઉન પોલીસને કલોલ ખાતેના દંતાલી ગામની સીમમાં આવેલા ગાર્ડન સિટી ફૈઝ-3ના ચેહર ફાર્મમાંથી મળી આવ્યું હતું. પોલીસને મળેલી બાતમીને આધારે ચેહર ફાર્મમાં દરોડો પાડવા ટીમ પહોંચી હતી અહીં બહારથી આગળના દરવાજે તાળું મારેલું હતું.
પોલીસને પાક્કી બાતમીને આધારે આ લોક તોડીને પોલીસ ફાર્મ હાઉસમાં પ્રવેશી હતી અને ત્યાં તપાસ કરતા ડાબી અને જમણી બાજુની દિવાલે પતરાના શેડ નીચે વિદેશી દારૂની 215 પેટીઓ મળી આવી હતી. જેની ગણતરી કરતા અહીંથી કુલ રૂપિયા 6,684 દારૂની બોટલો હોવાનું જાણવા મળ્યું હતું. તો ફાર્મમાં કોઇ મળી આવ્યું ન હતું તો ફાર્મ હાઉસ અંગે તપાસ કરતા ચાંદલોડિયાના સેજલબેન વિષ્ણુભાઇ દેસાઇએ ભાડા કરાર કરીને આ ફાર્મ રાણીપની ન્યુ વિદ્યાવિહાર સોસાયટીમાં રહેતા 75 વર્ષિય દિપ કાંતીભાઇ ચૌધરીને ભાડે આપ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે વૃધ્ધ બુટલેગર સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કુલ રૂપિયા 8.33 લાખ રૂપિયાના દારૂનો જથ્થો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application