Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : અજાણ્યા વાહન અડફેટે ઈસમનું મોત, પોલીસ તપાસ શરૂ

  • January 17, 2023 

ગાંધીનગરનાં કલોલ અડાલજ હાઇવે માર્ગ ઉપર મોડી સાંજે ચાલતા જઇ રહેલા ઈસમનું મોત થયું હતું. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, કલોલ અડાલજ હાઇવે ઉપર કસ્તુરી નગર પાસે કસ્તુરીનગરમાં રહેતા ભીખાજી મોહનજી ઠાકોરે ફરિયાદ આપી હતી કે, સાંજનાં સમયે તેઓ કસ્તુરીનગર બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા.




તે સમયે થોડેક જ દૂર હાઇવે ઉપર લોકોનું ટોળું એકઠું થયું હતું અને ત્યાં પહોંચ્યા તો એક 40થી 45 વર્ષનાં ઈસમનું અકસ્માતમાં મોત થયું હતું. જેના શર્ટ અને પેન્ટના ખિસ્સામાં તપાસ કરતા કંઇ આધાર પુરાવા મળી આવ્યા ન હતા જેથી આ સંદર્ભે અડાલજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર થયેલ વાહન ચાલકને પકડવા માટેની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application