ગાંધીનગરનાં ચીલોડા પોલીસ મથકની હદમાં આવેલા મગોડી ગામથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી 3 હજાર દારૂની બોટલોનાં જથ્થા સાથે 10.56 લાખનો મુદામાલ જપ્ત કરી 9 ઈસમો વિરુદ્ધ ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનીટરીંગની ટીમે પૂર્વ બાતમીના આધારે પીકઅપ ડાલામાંથી 6 લાખ 56 હજાર 340 ની કિંમતની 3 હજાર 12 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી લેવાઈ હતી.
જ્યારે આ દારૂનો જથ્થો દહેગામ પાલૈયામાં ગામની સીમમાં આવેલા જગદીશ ઠાકોરનાં બોર કૂવા પર કટિંગ કરીને અહીં પહોંચાડવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલતા સ્ટેટ મોનીટરીંગની ટીમે પાલૈયાથી પણ રૂપિયા 14.84 લાખની કિંમતની 3,484 વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડી દારૂના મસમોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ઉક્ત બંને સ્થળોએ દારૂના નેટવર્ક પાછળ દેવેન્દ્ર પરીહાર, સોનું લક્ષ્મણસિંહ રાજપૂત, ટીનીયો ઠાકોર (દહેગામ), મહમદ શરીફ, સંદીપ દીવારકર, કમલેશ ઉર્ફે કાલુ દેવીદાસ, મૂકેશ મારવાડી અને નાઝીર હુસૈન ઉસ્માનગની સિંધીને વોન્ટેડ જાહેર કરી તેમના વિરુદ્ધ દહેગામ અને ચીલોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500