ગાંધીનગરનાં ચિલોડા પંથકના ચેખલારાણી ગામે સ્ટ્રીટ લાઇટનાં અજવાળે જુગાર પાંચ જુગારીઓને ઝડપી લીધા હતા, જ્યારે ત્રણ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જોકે ઝડપાયેલા જુગારીઓ પાસેથી 34 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી રહે બાતમી મળી હતી કે, ચેખલારાણી ગામેથી રાજપુર જવાના માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટનાં અજવાળે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
જે બતમીનાં આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા જુગારીઓમાં નાશભાગ મચી ગઇ હતી અને પાંચ જુગારીઓ ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રણ નાશી છુટયા હતા જોકે ઝડપાયેલા જુગારીઓમાં દહેગામનાં સાંપા ગામના બળદેવજી ફતાજી ઠાકોર, દિનેશભાઇ આદરભાઇ ઠાકોર, દિપાજી ભલાજી ઠાકોર, પીંપળજનાં બાપુપુરા બોરી ખાતે રહેતા વિપુલ જશુજી ઠાકોર અને જાખોરા-રાજપુરના ઉદેયસિંહ સકરાજી ઠાકોર નાઓ ઝડપાયા હતા. જ્યારે દોલારાણા વાસણાના પહાડીયા ખાતે રહેતા રાકેશ રમણજી ચૌહાણ, ચેતન કેસાજી ચૌહાણ અને બાપુપુરા પીંપળજના વિશાલ અમરતજી ઠાકોર ભાગી જવામાં સફળ રહ્યા હતા. આમ, પોલીસે 34 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500