Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

  • October 05, 2023 

ગાંધીનગરનાં દહેગામ તાલુકામાં સામેત્રી ગામમાં પાંચ જેટલા લોકો પ્રાથમિક શાળાના જ કમ્પાઉન્ડમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમવા લાગ્યા હતા. જોકે એક જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા પોલીસે દરોડા પાડયા હતા અને જુગાર રમતા ૫ની ધરપકડ કરી હતી. મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં પાંચ જેટલા લોકો પ્રાથમિક શાળાના જ કમ્પાઉન્ડમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમવા લાગ્યા હતા.



જોકે એક જાગૃત નાગરિકે પોલીસ મથકમાં ફોન કરતા પોલીસે દરોડા પાડયા હતા અને જુગાર રમતા પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ પાંચ જુગારીઓની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, આ લોકો સામેત્રી ગામમાં જ રહેતા હતા અને પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં જુગાર રમતા હતા. પોલીસે રોકડ રૂપિયા અને અલગ અલગ વસ્તુઓ મળી રૂપિયા 10 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ગામના જ પરેશકુમાર દોશી, પ્રહલાદસિંહ ઠાકોર, અગરસિંહ ઠાકોર, ભીખાભાઈ ઠાકોર અને અગરસિંહ દિલુસિંહ ઠાકોરની ધરપકડ કરી 5 ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application