Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • May 29, 2023 

દહેગામનાં કનીપુર ગામની સીમમાં આવેલ એક રહેણાંક મકાન ખાતે રેડ કરી પાંચ જુગારીઓને રૂપિયા 41,000/- રોકડ સહિતનાં મુદ્દામાલ સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, કનીપુર ગામની સીમમાં બહિયલ-કમાલબંધ વાસણા રોડ પર આવેલ શક્તિ ફાર્મ નજીક આવેલ કેશાજી અરજણજી ઝાલાના મકાન ખાતે કેટલાક શખ્સો ભેગા મળી હાર જીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતનાં આધારે બહિયલ પોલીસની ટીમે જગ્યા પર જઈ તપાસ કરતાં મકાનનો દરવાજો અંદરથી બંધ હતો.






ત્યારબાદ પોલીસે દરવાજો ખખડાવતાં અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. બાદમાં પોલીસ ટીમે મકાનમાં જઈ તપાસ કરતાં અંદર કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હતા. આ મામલે બહિયલ પોલીસે જુગાર રમી રહેલા કેશાજી અરજનજી ઝાલા, શંકરજી બાબુજી ઝાલા, મનુજી કેશાજી ઝાલા, રણજીત ઇન્દુભાઇ સોલંકી (તમામ રહે.કનીપુર) અને હાદક ઉર્ફે બોબો કનુભાઈ પટેલ (રહે.બહિયલ)ને ઝડપી લઇ રૂપિયા 41 હજાર રોકડ તેમજ ત્રણ મોબાઈલ સહિત કુલ રૂપિયા 44,640/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે ઝડપાયેલા તમામ આરોપની સામે બહિયલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application