Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રકમાંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે ચાલકની ધરપકડ, પોલીસ તપાસ શરૂ

  • December 09, 2022 

ગાંધીનગનાં કલોલ ગુરુકુલ પાસેથી એક ટ્રકમાં ભરીને લાવવામા આવી રહેલો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો. જયારે આ દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી દારૂ ભરીને આવી રહેલી ટ્રકની તપાસ કરતા તેમાંથી મળ્યો હતો અને પ્લાસ્ટિકના કેરેટની આડમાં દારૂ ભરીને લાવવામાં આવતા પોલીસે દારૂ સહિત રૂપિયા 34.58 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કર્યો હતો. મળતી માહિતી અનુસાર, LCB પીઆઇની ટીમ દ્વારા કલોલ ગુરુકુલ પાસેથી ટ્રકમાં લાવવામાં આવતો 24.49 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં સફળતા મળી હતી.



જેમાં LCBની ટીમનાં પીએસઆઇ સહિતની ટીમ પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ટ્રક મહેસાણા તરફથી દારૂ ભરીને અમદાવાદ તરફ જઇ રહી છે જે બાતમીનાં આધારે પોલીસે કલોલ ગુરુકુલ કટ પાસે નાકાબંધી કરી દીધી હતી. જ્યારે બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી ચાલક લાડુરામ ઉર્ફે પ્રકાશ તુલસારામ બિશ્નોઇ (રહે.જાગુકી ઢાણી, માંડવાસ, તા.રોયટ, જિ.પાલી,રાજસ્થાન) નાને ઝડપી લીધો હતો.




ત્યારબાદ ટ્રકનાં પાટિયા ખોલવામાં આવતા ચોકી ઉઠ્યા હતા. ટ્રકમાંથી 447 પેટી 5364 બોટલ વિદેશી દારૂ કિંમત 24,49,860/- મળી આવ્યો હતો. આમ, પોલીસની ટીમે ટ્રક ચાલક અને તેની પાસેથી દારૂ સહિત મોબાઇલ, રોકડ, પ્લાસ્ટિકના કેરેટ સહિત રૂપિયા 34,58,760/-નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હોવાની ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application