Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી દેશી દારૂનો મુદ્દામાલ મળી આવ્યો, કાર ચાલક ફરાર

  • September 08, 2022 

ગાંધીનગરનાં મેદરા ગરનાળા પાસેથી એક સેન્ટ્રો કારમાંથી દેશી દારૂ મળી આવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોડા પોલીસની ટીમને બાતમી મળતા પોલીસ સ્ટાફ વોચમાં હતા. તે દરમિયાન પરઢોલ પાસેથી પસાર થતી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કારને હંકારી મુકી હતી.




જોકે પોલીસે પીછો કરતા મેદરા ગરનાળા પાસે કાર મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. જયારે પોલીસે કારની તપાસ કરતા કાર માંથી તપાસ કરતા પ્લાસ્ટીકનાં 15 કટ્ટાઓ ભરેલા મળ્યા હતા. જેમાથી 510 લીટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા 10,200/-નો મળી આવ્યો હતો. આમ, પોલીસે દેશી દારૂ અને કાર સહિત રૂપિયા 60,200/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application