Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : મહિલાની છેડતી કરનાર બે સામે ફરિયાદ

  • November 20, 2023 

ગાંધીનગરમાં એક દંપતી બાઈક પર અમદાવાદથી પરત ફરી રહ્યું હતું ત્યારે કોબા હાઈવેના ભાઈજીપુરા પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે મહિલા સાથે અભદ્ર ઈશારા કરીને દુપટ્ટો ખેંચ્યો હતો. ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી હતી.



સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગરના દંપતી અમદાવાદ કામ અર્થે ગયું હતું અને ત્યારબાદ બાઈક ઉપર ગાંધીનગર પરત ફરી રહ્યું હતું ત્યારે કોબા હાઇવે ઉપર ભાઈજીપુરા પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે મહિલા સાથે અભદ્ર ઈશારાઓ કરીને તેણીનો દુપટ્ટો ખેંચ્યો હતો. જેના પગલે તેણે પતિને જાણ કરતાં તેમણે આ બાઈક સવાર શખ્સોને ઉભા રહેવા માટે કહ્યું હતું પરંતુ તેઓ બાઈક લઈને નાસી છૂટયા હતા. જેના પગલે આ દંપતિ તુરત જ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને બાઈકના નંબરના આધારે શખ્સો સામે છેડતીનો ગુનો દાખલ કરાવ્યો હતો. હાલ તો ઇન્ફોસિટી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા શખ્સોની શોધખોળ માટે માથામાં શરૂ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News