Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : અજાણ્યા વાહન અડફેટે બાઈક ચાલકનું મોત

  • December 03, 2022 

દહેગામનાં નરોડા રોડ પર આવેલ શિવનગર ફાર્મ પાસે એક અજાણ્યા વાહનની ટક્કરે દહેગામનાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, દહેગામનાં રહીશ અને શ્રીનાથ આર્કેડ ખાતે ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા નરેન્દ્ર રમણભાઈ રૃડાણી રાત્રે તેમની ફેક્ટરીથી દહેગામ તરફ આવી રહ્યા હતા. તે સમયે કોઈક અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારતા રોડ પર ફંગોળાઈ ગયા હતા. જેના પગલે તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News