Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ખુલ્લામાં હાર-જીતનો જુગાર રમતા 13 જુગારીઓ ઝડપાતા પોલીસ કાર્યવાહી

  • August 14, 2022 

દહેગામ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલા જુગારધામો ઉપર દહેગામ પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ દરમિયાન તાલુકાનાં બારીયા અને દહેગામ ખાતે આવેલા દહેગામ હરસોલી ચોકડી પાસેથી ખુલ્લામાં હારજીતનો જુગાર રમતા 13 જેટલા જુગારીઓને દહેગામ પોલીસે દબોચી લીધા છે. જેમાં બારીયા ગામમાંથી 5 અને દહેગામ હરસોલી ચોકડી પાસેથી 8 જુગારીઓ પકડાયા હતા. જયારે દહેગામ પોલીસે બંને સ્થળોએથી દાવ ઉપર મૂકેલી રકમ તેમજ આરોપીઓની અંગ જડતી લઈ કુલ રૂપિયા 59,680/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, દહેગામ તાલુકામાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં જુગારીઓ બાજી માંડીને બેઠાં હોવાની બાતમી દહેગામ પોલીસની મળતા પોલીસે રેડ કરતા દહેગામ તાલુકાના બે સ્થળોએથી 13 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. જેમાં દહેગામ તાલુકાના બારીયા ગામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી.




તે સમયે બાતમીનાં આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા આશાપુરા મંદિરના હોટલ ઉપર બેસી ખુલ્લામાં હાર જીતનો જુગાર રમતા 5 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. ઝડપાયેલા જુગારીઓમાં રમેશજી પસાજી ઠાકોર, પુનાજી ઉદાજી ઠાકોર, ભગાજી ફુલાજી ઠાકોર, પ્રભાતજી ભીખાજી ઠાકોર, તથા નંદુજી રામાજી ઠાકોર (તમામ રહે.બારીયા ગામ, દહેગામ) નાઓને ઝડપી પાડી દાવ ઉપર મૂકેલી રકમ તેમજ અંગ જડતી લઈ રૂપિયા 12,180/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.




જ્યારે દહેગામ ખાતે આવેલા દહેગામ હરસોલી ચોકડી પાસેના શ્રીમ સ્કેવર ફ્લેટની આગળના ભાગમાં ખુલ્લામાં હારજીતની બાજુ માંડી બેઠેલા 8 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. જેમાં નાનુભાઈ બાબુભાઈ શાહ (રહે.દહેગામ), ઊમલ નિમેશભાઈ સોની (રહે.દહેગામ), અજીતસિંહ અભેસિંહ ઠાકોર (રહે.દેવગણના,મુવાડા), દીપકભાઈ મનુભાઈ સુથાર (રહે.દિવ્યશક્તિ સોસાયટી, દહેગામ), સુરેશભાઈ મમુઈજીભાઈ સોની (રહે.શ્રીમ સ્કેવર ફ્લેટ, દહેગામ), દીક્ષિતભાઈ વિજયભાઈ ઝાલા (રહે.શ્રીમ સ્કેવર ફ્લેટ, દહેગામ), અંકિત વિજયભાઈ ઝાલા (રહે.શ્રીમ સ્કેવર ફ્લેટ, દહેગામ) અને વિક્રમસિંહ ગણપતસિંહ દેવડા (રહે.શ્રીમ સ્કેવર ફ્લેટ,દહેગામ) નાઓની દહેગામ પોલીસે બાતમીનાં આધારે રેડ કરી ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂપિયા 47,500/-ની મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આમ દહેગામ પોલીસે બે જુગારના અડ્ડા ઉપર રેડ કરી કુલ રૂપિયા 59,680/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application