Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : વૃધ્ધ દંપતિને કારમાં બેસાડી રૂપિયા 4.50 લાખનાં દાગીનાં અને રોકડની લૂંટ, પોલીસ તપાસ શરૂ

  • October 19, 2022 

મહેસાણામાં જોટાણા તાલુકામાં ભટાસણ ગામના વૃધ્ધ દંપતિને ત્રિમંદિરેથી કારમાં બેસાડી તસ્કરો રૂપિયા 4.50 લાખનાં દાગીનાં અને 11 હજાર રોકડ મળી કુલ રૂપિયા 4.61 લાખની લુંટી લીધા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, મહેસાણાનાં જોટાણા તાલુકાનાં ભટાસણ ગામે રહેતા અને કંડક્ટર તરીકે નિવૃત્ત થયેલા માણેકલાલ નરોત્તમદાશ પટેલની પત્ની કોકીલાબેનની વડોદરા ખાતે સારવાર કરવા જવાનું હોવાથી આ વૃધ્ધ દંપતિ તેમના સોનાના દાગીના અને રોકડ રકમ ગાંધીનગર ખાતે લોકરમાં મુકવા આવી રહ્યા હતા.




તે દરમિયાન સવારનાં સમયે બસમાં બેસીને અડાલજ ત્રિમંદિર ખાતે ઉતર્યા હતા જ્યાંથી તેઓ એક કારમાં ગાંધીનગર આવવા બેઠાં હતા જેમાં અગાઉથી ચાર વ્યક્તિઓ સવાર હતા. તેમની પાસે રહેલો થેલો પગ પાસે મુક્યો હતો અને દંપતિને સરગાસણ પુત્રના ઘરે જવાનું હતું જેથી ફેન્ટસી પાર્ટીપ્લોટ પાસે ઉતારી દીધા હતા પુત્રના ઘરે જઇને થેલો જોતા તેની ચેઇન ખુલ્લી હતી અને અંદર રહેલા રૂપિયા 4.50 લાખનાં દાગીનાં અને 11 હજાર રૂપિયા રોકડા જણાયા ન હતા જેથી કારમાં સવાર અજાણ્યા તસ્કરો જ આ ચોરી કરી હોવાનો અંદાજ આવી ગયો હતો. ત્યારબાદ પરિવાર સારવાર માટે વડોદરા ગયો હતો અને સારવાર પુરી થયા બાદ આ બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application