ગાંધીનગરનાં બિરસામુંડા કચેરી પાસેથી દારૂ સાથે એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ દારુ ક્યાંથી લાવવામાં આવ્યો તેની પૂછપરછ કરતા સામે આવ્યુ હતુ કે, દારૂ SRP જવાન પાસે દારૂ મંગાવ્યો હતો અને જેને લઇ પોલીસે SRP જવાનની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેક્ટર-7 પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, બિરસામુંડા ભવન પાસે એક ઈસમ બાઇક ઉપર દારૂ લઇને આવી રહ્યો છે.
જે બાતમીનાં આધારે પોલીસ ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી તે સમયે એક બાઇક નંબર GJ/18/CP/0120 લઇને મહેશભાઈ દશરથજીભાઈ ઠાકોર (રહે. ઇન્દ્રોડા) આવતા તેને રોકીને તપાસ કરવામા આવી હતી. જેમા તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી.
જ્યારે દારૂ કોની પાસેથી લાવવામા આવ્યો હોવાનુ પૂછતા કહ્યુ હતુ કે, SRP ગૃપ 12માં નોકરી કરતો અને હાલ એટેચ પોલીસ ભવનમા રાઇટર તરીકે નોકરી કરતા નટુજી ગાંડાજી ઝાલા (રહે.સેક્ટર-21, સરકારી ક્વોટર્સ બ્લોક નંબર 55/9, મૂળ રહે.ઝાલાના મુવાડા,દહેગામ)નાં હોવાનું જણાવ્યુ હતુ.
જેને લઇને પોલીસે આરોપીને સાથે રાખી ફોન કરી પૂછતા પોતે હાલમા શિક્ષણ બોર્ડની કચેરી પાસેના પાર્કિંગમાં હોવાનુ કહેતા પોલીસે તેને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી કારની તપાસ કરતા તેમાંથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો. આમ, પોલીસે બંને આરોપીઓ પાસેથી દારૂ, બાઇક અને કાર સહિત રૂપિયા 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500