Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Raid : જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાતા કાર્યવાહી કરાઈ

  • November 11, 2022 

ગાંધીનગરનાં પેથાપુરમાં નવા વણકર વાસમાં મંદિર પાસે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, પેથાપુર નવા વણકર વાસમાં મંદિર પાસે સ્ટ્રીટ લાઈટનાં અજવાળે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેનાં પગલે પેથાપુર પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તે સમયે 6 ઈસમો કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠેલા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

જેમની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ રાકેશ રામાભાઇ નાયક (રહે.પેથાપુર), ધર્મેન્દ્ર રેવનદાસ સાધુ (રહે.પેથાપુર), જયેશ મહેન્દ્રભાઇ રાઠોડ (રહે.પેથાપુર), દિપકભાઇ રેવનદાસ સાધુ (રહે.પેથાપુર), કમલેશ ખૈમદાસ સાધુ (રહે.પેથાપુર) અને જુબેર એહમદ જહુરમહમદ રાઠોડ (રહે.પેથાપુર) હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ પોલીસે જુગારીઓની અંગ ઝડતી કરી અને દાવ પરથી 11 હજારની રોકડ અને જુગારનું સાહિત્ય કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application