Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : ચોરી કરેલ બુલેટ બાઈક સાથે એક યુવક ઝડપાયો

  • September 27, 2022 

ગાંધીનગરનાં કલોલ તાલુકાનાં સહીજ ગામ નજીક આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં બે દિવસ પૂર્વે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ગરબા જોવા ગયેલા કલોલના એક યુવકનું બુલેટ બાઈક પાર્કિંગમાંથી કોઈ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. જ્યાં ગરબા જોઈ પરત ફરી રહેલા યુવાનને પોતાનું બુલેટ બાઈક નહીં મળતા તેણે કલોલ તાલુકા પોલીસ મથકે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી.




જેથી પોલીસે બાઈક અંગે શોધખોળ હાથ ધરતા પોલીસ કર્મચારીને બાઇકની ભાળ મળતાં બાઈક સાથે એક સગીર સહિત અન્ય ઈસમને પકડી પાડવામાં આવ્યો હતો. બનાવની વિગત એવી છે કે, કલોલ નજીકના સહીજ ગામ પાસે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ગત તા.23નાં રોજ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.




જ્યાં કલોલની નીલકંઠ સોસાયટીમાં રહેતા રમેશ રત્નેશ્વર ત્રિવેદી પોતાનું બુલેટ બાઈક લઇ મિત્રો સાથે ગરબા જોવા ગયા હતા તેમજ ગરબા જોઈને પરત ફરતી વખતે તેમણે જે જગ્યાએ પોતાનું બાઈક પાર્ક કર્યું હતું ત્યાં બાઈક મળી નહીં આવતા શોધખોળ આદરી હતી અને લાંબો સમય શોધખોદ બાદ પણ બાઈક નહીં મળી આવતા આખરે કલોલ તાલુકા પોલીસ મથકમાં બાઈક ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.




જેના આધારે કલોલ તાલુકા પોલીસ મથકનાં અધિકારીએ બાઇક અંગે તપાસ આદરી હતી. બીજી તરફ જિલ્લામાં વધી ગયેલા વાહન ચોરીનાં બનાવને લઈને સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સપોર્ટ આધારે વાહન ચોરીનાં ગુના ઉકેલવા માટે સક્રિય બની છે. જે દરમિયાન ગાંધીનગર જિલ્લાની એલસીબી 02નાં હેડ કોન્સ્ટેબલ નાઓને બાતમી મળી હતી.




જેનાં આધારે કલોલ નજીકનાં ખોરજાપરા પાસેથી નંબર પ્લેટ વગરનું બુલેટ બાઈક લઈને જતા બે શખ્સોને થોભાવીને પૂછપરછ કરતા તેઓ વાહન અંગે સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા બુલેટ લઈને જતા રવિભાઈ સતીશભાઈ પ્રજાપતિ ક્વોટર ગાયનો ટેકરો કલોલ વાળાએ પોતે બુલેટ બાઈક ચોરી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી તેની સાથે રહેલા એક સગીરની પણ પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application