Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર અડફેટે આવતાં યુવકનું ગંભીર ઈજાને કારણે મોત, કાર ચાલક સામે ગુનો દાખલ

  • August 12, 2022 

ગાંધીનગર શહેરના સેક્ટર-13માં રાત્રે ચાલતા જઈ રહેલા યુવકને અડફેટે લઈ કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે સેક્ટર 7 પોલીસે ગુનો દાખલ કરી કાર ચાલકની શોધખોર શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સેક્ટર-13માં રહેતો મૂળ બનાસકાંઠાનાં રાધનપુરનો યુવક ભરતભાઈ પ્રકાશભાઈ વઢીયારી રાત્રિના સમયે શોપિંગ સેન્ટર પાસેથી ચાલતો જઈ રહ્યો હતો.




તે દરમિયાન પૂરઝડપે પસાર થતી કારે ભરતને અડફેટે લીધો હતો. જેના કારણે તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કારનો ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ભરતને 108ની મદદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હતું. ઘટના અંગે તેના ભાઈ વિશાલભાઈ વઢીયારીની ફરિયાદના આધારે સેક્ટર-7 પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application