ગાંધીનગરનાં ટીટોડા ફાટક પાસે બાઈક સ્લીપ ખાઈ જતા કલોલ રેલવે પૂર્વ ખાતે રહેતા યુવાનનું ગંભીર ઇજાઓને કારણે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે પેથાપુર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, હાલ બહુચરાજી ખાતે રહેતા અને મૂળ કલોલના બીપીનચંદ્ર કચરાભાઈ જાદવે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઈ 37 વર્ષીય કેતનભાઇ પરિવાર સાથે કલોલ ખાતે રહેતા હતા અને ગઈકાલે કામ અર્થે ગાંધીનગર ગયા હતા. જ્યાંથી કામ પૂરું કરીને તેઓ કલોલ આવવા માટે નીકળ્યા હતા.
તે સમયે વાવોલ ટીટોડા માર્ગ ઉપર ફાટક પાસે તેમનું બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેથી શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા અને જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયા હતા. જોકે આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application