ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં રહીને ખેતીકામ કરતા યુવકે ખેતરમાં રાયણનાં ઝાડ સાથે સાડી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. જોકે સવારનાં સમયે ઝાડ ઉપર યુવકને લટકતો જોઇને પરિવારજનો ભાંગી પડયા હતા અને આ અંગે અડાલજ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલી આપી વધુ તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, ગાંધીનગર શહેર નજીક આવેલા ઉવારસદ ગામમાં રહેતા મુળ વલાદનાં વતની દર્શનકુમાર રાજેન્દ્રભાઇ વ્યાસ છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહીને ખેતીકામ કરતા હતા ભાગમાં જમીન વાવીને પરિવારજનોનું પોષણ કરતા હતા.
જોકે રાત્રે કોઇ પણ સમયે દર્શનભાઇએ ઘર પાસે ખેતરમાં જ રાયણના ઝાડ સાથે સાડી બાંધીને ફાંસો ખાઇ લીધો હતો. જયારે સવારના સમયે પરિવારજનોએ તેમને ઘરમાં જોયા ન હતા અને તપાસ કરતા ઘર પાસે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા માથે આભ ફાટી પડયું હતું. ઘટના અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનાં માણસો ઘટના સ્થળે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આ યુવકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલમાં મોકલી આપી આ આપઘાતનું સચોટ કામણ જાણવા માટે તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application