Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કલોલમાં ઝાડ કાપવા બાબતે મહિલાને ઢોર મારમારી તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી, પોલીસે નવ લોકોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી

  • June 26, 2023 

કલોલનાં સઈજ ધાનજ રોડ નજીક આવેલ લક્ષ્મીપુરા નામના પરાના દંતાણી વાસમાં ઘર આગળ લીમડાનું ઝાડ કાપવાની બાબતે પાડોશીઓએ એકજૂથ થઈ મહિલાને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવતાં બે નાના બાળકોને પે માતાની છતછાયા  ગુમાવી છે. બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે હુમલાખોરો પૈકી નવ લોકોને રાઉન્ડઅપ કરી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, કલોલ સઈજ ધાનજ રોડ નજીક આવેલ લક્ષ્મીપુરા પરા વિસ્તારના દંતાણી વાસમાં 41 વર્ષીય મહિલાની લીમડાનું ઝાડ કાપવાની બાબતે પાડોશમાં રહેતા એક કુટુંબનાં કેટલાક સભ્યોએ ઢોર માર મારી તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ હતી.



જયારે લક્ષ્મીપુરા પરા વિસ્તારના દંતાણી વાસમાં રહેતા ભારતીબેન ચંદુભાઈ દંતાણી બપોરનાં સમયે પોતાના ઘર પાસે લીમડાનાં ઝાડની ડાળીઓ કાપી રહ્યા હતા. જેનાં કારણે લીમડાના ડાળખાનો કચરો પાડોશીનાં ઘરમાં પડતો હતો. આથી પાડોશમાં રહેતા દંતાણી પરિવારની મહિલા અને પુરુષોએ ભારતીબેન સાથે ઝગડો કર્યો હતો. જોત જોતામાં ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પાડોશમાં રહેતા કેટલાક લોકોએ ભારતીબેનને લીમડાના ઝાડ પાસે ઘેરી લઈ ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. જેનો ભારતીબેને થોડોક પ્રતિકાર પણ કર્યો હતો. ત્યારબાદ તેઓ પોતાના ઘરમાં જવા લાગ્યા હતા. પરંતુ પાડોશમાં રહેતા પરિવારનાં શખ્સોએ ઘરમાં જઈને ભારતીબેનને ઢોર માર મારવાનું ચાલુ કરી દીધું હતું.



એવામાં હુમલાખોરોમાંથી કોઈએ ભારતીબેનને તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી દીધા હતા. જેનાં કારણે ભારતીબેનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેઓએ જણાવ્યું હતું કે, ભારતીબેનને પતિ સાથે મનમેળ નહીં હોવાથી દીકરા અને દીકરી સાથે અહીં રહેતા હતા. જોકે  લીમડાનાં ઝાડની ડાળીયો કાપવાની બાબતે પાડોશી પરિવારે ભારતીબેનને ઢોર મારમારી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાની જાણ થતાં કલોલ તાલુકા પોલીસ સ્થળ પર આવી હતી અને હુમલાખોરો પૈકી નવ લોકોને રાઉન્ડઅપ કરી લીધા છે. બનાવ અંગે કલોલ તાલુકા પી.આઈ.એ જણાવ્યું હતું કે, ઝાડ કાપવાની બાબતે મહિલાની છરાથી હત્યા કરવામાં આવી છે. જેનાં પગલે હાલમાં કેટલાક લોકોને રાઉન્ડઅપ કરી પૂછતાંછ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application