Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : રોડ ક્રોસ કરતી મહિલાનું બાઈક અડફેટે આવતાં મોત, બાઈક ચાલક સામે ગુનો દાખલ

  • March 20, 2023 

ગાંધીનગર શહેર નજીક પેથાપુર મહુડી હાઇવે ઉપર કૈલાસ ધામ પાસે રસ્તો ઓળંગી રહેલી મહિલાનું બાઇકની અડફેટે મોત નીપજ્યું હતું. બનાવ અંગે પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પેથાપુરનાં કૈલાશધામ પાસે રહેતા ગલીબેન ધુળાભાઈ મચ્છારે ફરિયાદ નોંધાવી હતી કે, સાંજનાં સમયે તેમના બે પુત્રો અને તેમની બે પુત્ર વધુ ફતેપુરા ખાતે ખેતરમાં ઘઉં કાપીને પરત ફરી રહ્યા હતા. તે સમયે અચાનક જ વરસાદ પડતા તમામ લોકો રોડ સાઈડમાં ઊભા રહી ગયા હતા.





જોકે તેમના પુત્ર પંકજની પત્ની રીંકલ વરસાદને કારણે ઘરે ગોદડા પલળી જશે તેમ વિચારીને ઘરે પહોંચી હતી અને ગોદડા થેલામાં ભરી પરત ફરી રહી હતી. તે સમયે કૈલાશધામ પાસે પૂરઝડપે જતા બાઈક ચાલકે રિંકલને અડફેટ લીધી હતી. જેના કારણે તેના શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તે સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતા રીંકલનું મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. અકસ્માત સર્જીને બાઇકનો ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પેથાપુર પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી બાર્ક ચાલકને પકડવાની કામગીરી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application