Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારમાં ચોરખાનું બનાવી લઈ જવાતો દારૂનો જથ્થો મળી આવ્યો, પોલીસ તપાસ શરૂ

  • October 11, 2022 

ગાંધીનગરમાં છાલા પાસે કારમાં ચોરખાનું બનાવીને લઇ જવાતો વિદેશી દારૂનાં જથ્તાને ઝડપી લીધો હતો. જોકે બુટલેગર કાર મુકીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા 3.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને કારના નંબરના આધારે બુટલેગરને પકડવા માટે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર એસટી કે લક્ઝરી બસમાં મુસાફરના શ્વાંગમાં વિદેશી દારૂની હેરાફેરી વધી છે.




જેથી ગતરોજ ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન ચંદ્રાલા તરફથી એક કાર ચિલોડા તરફ પુરઝડપે નિકળી હતી. તેના ઉપર શંકા જતા પોલીસે તેને ઉભા રહેવા ઇશારો કર્યો હતો પરંતુ તેના ચાલકે કાર ઉભી રાખી ન હતી. તેથી પોલીસે તેનો પીછો કરતા છાલા નજીક કાર મુકીને શખ્સ નાશી છૂટયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા અલગ અલગ ચોર ખાનાઓમાંથી 119 વિદેશી દારૂની બોટલો કબ્જે કરવામાં આવી હતી. જોકે પોલીસે 3.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચિલોડા પોલીસે કારના નંબરનાં આધારે બુટલેગરની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application