ગાંધીનગરનાં વાલોલનાં ગોકુળપુરા નજીક કારમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી. જોકે, પોલીસે પીછો કરતાં જ આગળ જઈને કાર ચાલક રસ્તામાં વાહન મૂકી ભાગી ગયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સેક્ટર-7 પોલીસની ટીમ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે વાવોલ તરફ પહોંચતા બાતમી મળી હતી કે, વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક એસેન્ટ કાર ગોકુળપુરા રોડ પરથી પસાર થવાની છે. જેથી પોલીસ ટીમ દ્વારા ગોકુળપુરા નજીક વોચ ગોઠવી દેવામાં આવી હતી.
તે દરમિયાન બાતમી મુજબની કાર રોડ પરથી નીકળતા ચાલકને કાર રોકવાનો ઈશારો કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થિતિ પારખી ગયેલો ચાલકે પૂરઝડપે કાર હંકારી મુકી હતી. ત્યારે પોલીસ ટીમે કારનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. આથી થોડેક આગળ જઈને કાર ચાલકે કાર રેઢિયાળ મૂકીને અંધારામાં નાસી જવામાં સફળ રહ્યો હતો.
ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા પાછળની સાઈડમાં કારને અકસ્માત થયો હોવાનું તેમજ અંદર દારૂનો જથ્થો પડ્યો હોવા ઉપરાંત કેટલીક બોટલો ફૂટી ગયેલી જોવા મળી હતી. આથી પોલીસ કારને સેકટર-13ની ચોકીએ લઈ જઈ વિદેશી દારૂની ગણતરી કરતા 327 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જેનાં પગલે પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને કાર મળીને કુલ રૂપિયા 3,63,500/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500